Gujarat Weather Alert : 23 માર્ચથી ઉનાળો ધખશે, આ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરશે
Gujarat Weather Alert : રાજ્યમાં હાલ ગરમીનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે, જ્યારે દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન 35 ડિગ્રીથી નીચું નોંધાયું છે. આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને 23 માર્ચથી ગુજરાતના વિવિધ શહેરોમાં ભારે ગરમી જોવા મળશે.

ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનનો પારો વધશે. 23 માર્ચ પછી રાજ્યમાં હિટવેવની શક્યતા જણાઈ રહી છે અને તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે.
27 માર્ચથી 30 માર્ચ સુધી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન ગરમીથી થોડી રાહત મળશે. જો કે, 30 માર્ચ પછી તાપમાન ફરી વધવા લાગશે અને પારો 40 ડિગ્રીને પાર જશે.
આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જે પવનની દિશાને બદલશે અને જેના કારણે રાજ્યમાં તાપમાન વધુ ઉંચકી શકે છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી બે દિવસોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહીને પગલે લોકોએ સચેત રહેવુ જરૂરી છે. ઉંચા તાપમાનના કારણે ગરમીથી બચવા માટે જરૂરી પગલાં ભરવા જોઈએ. ખાસ કરીને હિટવેવ દરમિયાન વધારે સમય તાપથી બચવું અને તાપમાનની અસરથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
