Gujarat Weather Alert : 9 એપ્રિલ સુધી હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં ગરમી રેકોર્ડ તોડશે
Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળો જામ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે આગામી છ દિવસ માટે હીટવેવની મોટી આગાહી આપી છે.
4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગરમી સિઝનનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ તાપમાનનો પારો સતત વધે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પારો 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને કચ્છ જિલ્લો આ સમયગાળામાં સૌથી વધુ તાપમાનનો સામનો કરશે.
કયા જિલ્લામાં કયા દિવસે કયુ એલર્ટ?
4 એપ્રિલ
- કચ્છ જિલ્લો: ઓરેન્જ એલર્ટ
- રાજકોટ જિલ્લો: યલો એલર્ટ
5 એપ્રિલ
- કચ્છ જિલ્લો: ઓરેન્જ એલર્ટ
- રાજકોટ જિલ્લો: યલો એલર્ટ
6 એપ્રિલ
- કચ્છ અને રાજકોટ: ઓરેન્જ એલર્ટ
- બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢ: યલો એલર્ટ
7 એપ્રિલ
- કચ્છ, રાજકોટ, પોરબંદર: ઓરેન્જ એલર્ટ
- બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જૂનાગઢ, મોરબી: યલો એલર્ટ
8 એપ્રિલ
- કચ્છ, રાજકોટ, પોરબંદર: ઓરેન્જ એલર્ટ
- બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ: યલો એલર્ટ
9 એપ્રિલ
- કચ્છ, રાજકોટ: ઓરેન્જ એલર્ટ
- બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર: યલો એલર્ટ
હવામાન નિષ્ણાતો મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ત્રણ મોસમી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમોના કારણે ગરમીનો પારો ઉંચકાયો છે અને સમગ્ર પશ્ચિમ ભારત હીટવેવની ઝપેટમાં છે. ગુજરાતમાં પણ તેનું સીધું પ્રભાવ પડી રહ્યો છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ લોકોનો જાગૃત રહેવુ ખૂબ જ જરૂરી છે.
ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેથી તંત્ર અને નાગરિક બંનેએ સાબધાની રાખવી અતિ આવશ્યક છે.












Click it and Unblock the Notifications
