Gujarat Weather Alert : ભર ઉનાળે માવઠાની આગાહી, હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી
Gujarat Weather Alert : હાલ ઉનાળાની સીઝન છે અને ગુજરાતમાં ગરમીનો પારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાતો અનુસાર, પશ્ચિમી ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે 26 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવાની આગાહી કરી છે. તેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. ગઇકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં સવારે ઠંડા પવનો અને દિવસ દરમ્યાન વધતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
હાલમાં રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનના મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 12 મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.
છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમી વધી રહી છે. અમદાવાદ સહિત સાત શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રાજકોટ અને ભુજમાં તો તાપમાન 40 ડિગ્રીને પણ વટાવી ગયું છે, જે ઉનાળાની તીવ્રતા દર્શાવે છે.
હવામાનના તાજા બદલાવને કારણે રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. સવારે ઠંડા પવનવટાથી હળવી ઠંડી લાગે છે, જ્યારે બપોરે તાપમાન ખૂબ વધી જાય છે. જો આગામી દિવસોમાં માવઠું થાય તો ખેડૂતોએ પોતાના પાકનું ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ગરમી અને ઠંડીના મિશ્રણ વચ્ચે રાજ્યના નાગરિકોએ તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
