Gujarat Weather: હવામાનમાં પલટો, 5 ડિસેમ્બર સુધી રાજ્યમાં ફરીથી હળવા વરસાદની આગાહી, ઠંડીનુ જોર વધશે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2થી 5 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે.

આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદના છૂટાછવાયા હળવા ઝાપટા આવી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ આવી શકે છે.

rain

આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી પરંતુ દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવા વરસાદની સંભાવના છે. વળી, આજે વડોદરા, ભરુચ, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 3 ડિસેમ્બરે પંચમહાલ, વડોદરા, ભરુચમાં વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તાપમાન ઓછુ હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનુ જોર વધશે.

આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાનની સંભાવના છે. ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગ, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાનની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X