Gujarat Weather: ઠંડીમાં આંશિક ઘટાડો, આગામી દિવસોમાં પારો ઘટશે, અમુક જગ્યાએ માવઠાની સંભાવના

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. કાતિલ ઠંડીથી આંશિક રાહત જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વીકેન્ડ અથવા નવા અઠવાડિયાની શરુઆતમાં ફરીથી શીત લહેરનો અનુભવ થશે. આઈએમડી મુજબ ઠંડીનુ જોર યથાવત રહેશે. વળી, ઉત્તરીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનુ પ્રમાણ વધશે.

Gujarat Weather

તમને જણાવી દઈએ કે દેશના વિવિધ ભાગોમાં તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. હવામાન વિભાગે શુક્રવાર અને શનિવાર માટે ગાઢ ધૂમ્મસનુ યલો એલર્ટ જાહેર કર્યુ છે. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે અને તેથી મેદાની વિસ્તારોમાં શિયાળો ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

ઉત્તર ભારતના હવામાનની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહ્યુ હતુ. નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. વળી, 19.6 ડિગ્રી તાપમાન સાથે ઓખા રાજ્યનુ સૌથી ગરમ શહેર બન્યુ હતુ.

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.4 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી, ડીસામાં 12.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, સુરતમાં 16 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 14.6 ડિગ્રી, દ્વારકામાં 17.6 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 28.2 ડિગ્રી, નલિયામાં 28.4 ડિગ્રી, ડીસામાં 28.9 ડિગ્રી, ગાંધીનગરમાં 27.4 ડિગ્રી, વડોદરામાં 28.8 ડિગ્રી, સુરતમાં 28.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 28.1 ડિગ્રી, દ્વારકામાં 28.4 ડિગ્રી, રાજકોટમાં 30.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

નોંધનીય છે કે ભૂમધ્ય સાગરમાં ફરીથી ચક્રવાત આવવાની આગાહી છે. જેની અસર પશ્ચિમ ભારતમાં થશે. જેના પગલે 24થી 26 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વળી, 17થી 19 જાન્યુઆરી દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X