Gujarat Weather: ઠંડા પવનોથી ઠુઠવાયા લોકો, જાણો કોલ્ડવેવ અને વરસાદ અંગે હવામાનની આગાહી

Gujarat Weather: સમગ્ર રાજ્ય હાલમાં ઠંડીના પ્રકોપથી ઠુઠવાઈ રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર જોવા નહિ મળે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં પવનની ગતિ 6તી 10 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. કોલ્ડવેવની સંભાવના નહિવત છે. વળી, હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.

COLD

તમને જણાવી દઈએ કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હાલમાં ગાઢ ધૂમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાયુ છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડી માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. વળી, હમણા થોડા દિવસ સુધી ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મંગળવારે સૌથી ઓછુ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયુ હતુ. ગાંધીનગર રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ જ્યારે ઓખા 19.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાતનો પારો આંશિક રીતે ઘટ્યો હતો.

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 11.8 ડિગ્રી, નલિયામાં 10.8 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.7 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 29.1 ડિગ્રી, નલિયામાં 28 ડિગ્રી, ડીસામાં 28.4 ડિગ્રી, ગાંધીનગરમાં 28.5 ડિગ્રી, વડોદરામાં 30.4 ડિગ્રી, સુરતમાં 29.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 29.4 ડિગ્રી, દ્વારકામાં 28 ડિગ્રી, રાજકોટમાં 28.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 28.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X