Gujarat Weather: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, તાપમાનમાં ધીમે-ધીમે વધારો, હિટવેવની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉંચો આવી રહ્યો છે. માર્ચ મહિનામાં જ ઘણા શહેરોનુ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4થી 5 ડિગ્રી વધી શકે છે.

રાજ્યમાં હાલમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. સવારે અને રાતે ઠંડો પવન તેમજ બપોરે આકરી ગરમી લાગી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિશ્ર વાતાવરણ અનુભવાઈ રહ્યુ છે.

heat

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષની પહેલી હિટવેવ ટૂંક સમયમાં આવી શકે છે. ઘણી જગ્યાએ પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. વળી, આજથી પવનની ગતિ પણ ઘટવાની સંભાવના છે. આઈએમડી મુજબ માર્ચ મહિનામાં જ પહેલી હિટવેવ અનુભવાશે. 18થી 21 માર્ચ વચ્ચે હિટવેવનો પહેલો રાઉન્ડ આવવાની સંભાવના છે. 18 માર્ચ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 39થી 40 ડિગ્રી સુધી જઈ શકે છે.

આઈએમડી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને કપડવંજમાં પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, કડી-કલોલમાં પણ આ જ સ્થિતિ રહેશે. જો કે, 21 માર્ચથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ઉનાળામાં ગરમી અને વરસાદની મિશ્ર ઋતુ અનુભવાશે. ખેડૂતોએ માવઠાનો માર સહન કરવો પડશે. આગામી દિવસોમાં ગરમી વધશે. વળી, 20 માર્ચ સુધીમાં હવામાન પલટાશે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે.

રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 21.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.6 ડિગ્રી, નલિયામાં 14 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી, રાજકોટમાં 18.6 ડિગ્રી, વડોદરામાં 19.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. વળી, મહત્તમ તાપમાન અમદાવાદમાં 34.5 ડિગ્રી, ગાંધીનગરમાં 34.5 ડિગ્રી, ડીસામાં 34.3 ડિગ્રી, રાજકોટમાં 34.3 ડિગ્રી, વડોદરામાં 34.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X