Gujarat Weather Alert : ગુજરાતમાં માવઠાની કેટલી સંભાવના? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે?

Gujarat Weather Alert : ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 23 ફેબ્રુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

આ આગાહી અનુસાર, 24 ફેબ્રુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેમા કારણે ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાનમાં ઉથલપાથલ જોવા મળી શકે છે.

Gujarat Weather Forecast

ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ઉત્તર ભારત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં 22-27 ફેબ્રુઆરી દરમિયાન ચક્રવાતી તોફાનની પણ શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે, 26 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે, જેના કારણે ફરી તાપમાન ઘટશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ખેડૂતો માટે કમોસમી વરસાદ અને પવનની અસરને ધ્યાનમાં રાખીને પાક સુરક્ષિત રાખવા માટે પગલાં લેવું જરૂરી છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં શિયાળો લગભગ પુરો થઈ ગયો છે અને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ હવામાનને કારણે રાજ્યમાં રોગચાળામાં પણ વધારો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X