વધુ એક માવઠા માટે તૈયાર થઈ જાવ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હવામાનના મિજાજમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે, જેના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. ગુજરાતના પાંચ શહેરોમાં પારો ૧૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે, જેમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. રાજ્યનું લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને શહેરનું લઘુત્તમ તાપમાન ૧૫°C રહી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે, અને રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ૧૬ થી ૧૮ નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાઈ શકે છે, જેના કારણે ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન ફરી કમોસમી વરસાદ (માવઠું) થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં આ ચક્રવાત સક્રિય થઈ શકે છે, અને તેની અસર ૧૮ થી ૨૦ નવેમ્બર સુધી જોવા મળશે.

આ સમયગાળામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે, જે ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફેરફાર લાવશે. ૧૫ ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની અને ૧૬ ડિસેમ્બર સુધીમાં માવઠાની શક્યતાઓ રહેશે.

લા નીનોના સંકેતોને કારણે આ વર્ષે શિયાળો વધુ કડક રહેવાની શક્યતા છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. ૧૮ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે, જે ૨૩ નવેમ્બર સુધીમાં એક મજબૂત ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે. ૧૮ નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, અને ડિસેમ્બર મહિનામાં ક્યારેક વાદળછાયા વાતાવરણ સાથે માવઠું થઈ શકે છે. અંબાલાલ પટેલે વાવાઝોડાનું એલર્ટ પણ આપ્યું છે.

તેમણે જણાવ્યું કે, ૨૪ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની સંભાવના છે, જેની અસર દક્ષિણ-પૂર્વના દરિયાકાંઠા અને દક્ષિણ ભારતમાં વર્તાશે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ૨૬ થી ૨૮ નવેમ્બરની આસપાસ અથવા તે પહેલાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ સંભાવના છે. ૨૦ ઓક્ટોબરથી વાદળો જોવા મળ્યા હતા અને નવેમ્બરના અંત સુધીમાં આ વાતાવરણ યથાવત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X