Gujarat Weather: આજે રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાશે અને ગુજરાતના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Weather News: હવામાન વિભાગ દ્વારા શુક્રવારે કરવામાં આવેલી આગાહીમાં આગામી અઠવાડિયા સુધી વરસાદ યથાવત રહેવાની વાત જણાવી છે. અસર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજના દિવસે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જેમાં કેટલાક સ્થળો પર ભારેથી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ સાથે કરાયેલી આગાહીમાં ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આજના દિવસ માટે કરવામાં આવેલી આગાહીમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની જે સિસ્ટમ બની છે તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 87.28 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 29 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 87.28 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 91.82 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 83.46 ટકા, સૌરાષ્ટ્રમાં 83.98 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.76 ટકા વરસાદ વરસ્યો છે.












Click it and Unblock the Notifications
