Gujarat Weather: ગુજરાતમાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો 26 જુલાઈ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે, બીજી તરફ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દરિયાઈ કાંઠે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમજ ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો તાપી, નવસારી, વલસાડ, દાદરનગર હવેલી, ડાંગ, પંચમહાલ, ખેડા, આણંદ, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39% નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35% ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32%, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52% થી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06% સરેરાશ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
