Gujarat Weather: ગુજરાતમાં આગામી 5 દિવસ આ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે કે અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે કહ્યુ કે રાજ્ય પર વરસાદ આપતી સિસ્ટમ સક્રિય નથી માટે હાલમાં ભારે કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી.

રાજ્યમાં ઘણી જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. દરિયો તોફાની રહેવાની અને પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. જેને લઈને ચેતવણી આપવામાં આવી છે.

rain

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પહેલી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. જેના કારણે વરસાદ થઈ શકે છે. જો કે, હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. વળી, સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

દરિયોમાં કરંટના કારણે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીએ દરિયો તોફાની રહેવાની અને પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયામાં પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. સામાન્ય દિવસો કરતા જમીન પર પણ પવનની ગતિ વધુ એટલે કે 20-30 કિમી પ્રતિ કલાક જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, કચ્છ, ભરુચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. વળી, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વળી, અમદાવાદમાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ધંધૂકામાં 110 ટકા અને સૌથી ઓછો બાવળામાં 30 ટકા વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X