Gujarat Weather: ગુજરાતમાં ચોમાસુ સક્રિય! 25 તાલુકામાં વરસાદ, ખંભાળિયામાં 9 ઈંચ, આજે 29 જિલ્લાઓમાં આગાહી
Gujarat Weather: ગુજરાતમાં નૈઋત્યનુ ચોમાસુ ફરીથી સક્રિય બન્યુ છે. રવિવારે રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામા છ કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આજે 29 જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળિયામાં 9.32 ઇંચ, પોરબંદરમાં 2.76, ભાણવડમાં 2.2, રાણાવાવમાં 1.44, કચ્છના નખત્રાણા, ગરીઆધાર, દ્વારકામાં એક ઇંચથી વધુ, ધરમપુર, લીલિયા, રાજકોટના કોટડા સંઘાની, માંગરોલ, પાલીતાણા, બાબરા, કપરાડા, વાંકાનેર, કલ્યાણપુર, વલસાડ, મોરબી, અમરેલી, કુતિયાણા તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 17 જૂને, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આઈએમડીએ 18 જૂન 2024ના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે 19 જૂન 2024 એ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.
વળી, 20 જૂન 2024એ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
