Gujarat Weather: ગુજરાતમાં ચોમાસુ પડ્યુ નબળુ, આ દિવસથી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં વરસાદ પ્રવેશતા સાથે જ ચોમાસુ નબળુ પડી ગયુ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવા વરસાદની સંભાવના છે.

આઈએમડીના જણાવ્યા મુજબ 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. વળી, 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે.
17 જૂનના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ ગુજરાતમાં હજુ પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ છે. ગુરુવારે રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયુ હતુ. વિદ્યાનગર 41.9 ડિગ્રી સાથે રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ પડી ગઈ છે. જો કે, 17થી 22 જૂન દરમિયાન આંધી-વંટોળની ગતિ વધશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જબરદસ્ત પવન ફૂંકાશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, જામનગર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
