Gujarat Weather: ગુજરાતમાં સામાન્યથી સારું રહેશે ચોમાસુ, જાણો કયા રાજ્યમાં કેવું રહેશે ચોમાસુ
Gujarat Weather: ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે. ભીષણ ગરમી વચ્ચે વરસાદ પણ થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે દેશમાં સારા વરસાદની આગાહી કરી છે.
જૂનથી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની અપેક્ષા છે. મોસમનો કુલ વરસાદ સરેરાશ 87 સેમી, એટલે કે 106 ટકા રહેવાની ધારણા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું પણ સામાન્ય કરતાં સારું રહેશે તેવો અંદાજ છે.
હવામાન વિભાગે આપી માહિતી - ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહીમાં જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં લાંબા સમય સુધી ચોમાસાનો વરસાદ થવાની આશંકા છે. આ દરમિયાન લગભગ 106 ટકા વરસાદની અપેક્ષા છે.

આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 1971 થી 2020 સુધીના 50 વર્ષના વરસાદના આંકડા મુજબ આ વર્ષે 87 સેમી વરસાદ પડવાની ધારણા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય , અરુણાચલ પ્રદેશ, પોડિંચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ રાજ્યો સામાન્ય કરતા વધુ સારા રહેશે. જ્યારે ચાર રાજ્યો છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
