Gujarat Weather: રાજ્યમાં વરસાદનો વિરામ, ત્રણ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નહી
Gujarat Weather News: ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટ્યું હોવાની વાત સામે આવી છે, જેમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે, રાજયમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના રહેલી છે, વરસાદી સિસ્ટમો દૂર થતા ગરમીમાં થશે વધારો અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઊંચકાયું છે, સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 33.2 ડિગ્રી અને ગાંધીનગરમાં તાપમાન 33.0 ડિગ્રી નોંધાયું છે.

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં આવી ગયું છે. હવે ચોમાસાના વિદાયને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક બે તાલુકાને છોડીને વરસાદ પડવાનું પણ એકદમ બંધ થયું છે. ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસો માટે નામ માત્ર વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
Weather News: હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસ માટે રાજ્યના બનાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે. તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું
વરસાદને લઇ હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે, રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે અને કચ્છ પંથકમાં પડી શકે ગાજવીજ સાથે વરસાદ, તો ગુજરાતના અલગ-અલગ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની નહિવત શક્યતા સેવાઈ રહી છે તો બનાસકાંઠા, પાટણમાં સામાન્ય ઝાપટા પડી શકે છે અને દ્વારકા,જૂનાગઢ, રાજકોટમાં સામાન્ય ઝાપટા પડી શકે છે.
ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ વરસ્યો
રાજ્યમાં સિઝનનો 106% વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતાં તમામ ઝોનમાં 100% કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03, મધ્ય ગુજરાતમાં 110.07, દક્ષિણ ગુજરાતમાં 110.68, કચ્છમાં 116.12 અને સૌરાષ્ટ્રમાં 93% વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54% પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07% પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
