Gujarat Weather: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ તો સક્રિય છે. પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં વર્તાય છે. તો વરસાદ ઘટવાની સાથે રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી સુધી વધી શકે છે.
બીજી તરફ હવામાન નિષ્ણાતે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દાવો છે કે કચ્છના રાપર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ સેવવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા સેવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે.

Gujarat Rain: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે અને વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ , ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી માછીમારો માટે કોઈ ચેતવણી નથી. એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી વહેલી થઈ છે. જૂન મહિનાથી જ રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
રાજયમાં વરસાદનું જોર ઘટયું
ગુજરાતના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ દાહોદના ફતેપુરામાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે. 38 તાલુકાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે, ધાનેરામાં 0.71, પાલનપુરમાં 0.63 ઇંચ, વિજયનગરમાં 0.55, વડગામમાં 0.51 ઇંચ, માલપુરમાં 0.47 અને થરાદમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો છે, ડીસામાં 0.43, અમદાવાદ શહેરમાં 0.43 ઇંચ, દિયોદરમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
