Gujarat Weather: રાજ્યમાં આજે વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કચ્છ, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એક સાથે 4 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મોરબી ,સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, રાજકોટ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બોટાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન પસાર થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પોર્ટ ઉપર LC 3નું સિગ્નલ જાહેર કરાયું છે. ગુજરાતમાં 2 દિવસ દરમિયાન ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યના અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યની આસપાસ બનેલી વરસાદી સિસ્ટમની અસરથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે, આ કારણે હવામાન વિભાગે પોર્ટ વોર્નિંગ સાથે 3 દિવસ માટે શનિવારે માછીમારોને પણ ચેતવણી આપી હતી. 6, 7 અને 8 સપ્ટેમ્બર માટે ફિશરમેન વોર્નિંગ અપાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે, પવનની ગતિ 45-55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને ઝાટકાનો પવન 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98% નોંધાયો

સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ બેઠકમાં રાહત નિયામક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X