Gujarat Weather: ગુજરાતમાં આગામી 3 દિવસ બાદ ફરીથી ઠંડી વધશે, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે. આગાહી મુજબ 12 ફેબ્રુઆરી સુધી ફરીથી ઠંડીનો માહોલ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં પારો ગગડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં અરબ સાગરમાંથી વાદળા આવી રહ્યા છે. 9 ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી જેટલુ ઘટશે.

cold

હવામાન વિભાગ અનુસાર સમગ્ર રાજ્યમાં હાલમાં ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ છવાયેલુ રહે છે.

હવામાનના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી. વળી, લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહિ મળે. જો કે, ત્રણ દિવસ પછી તાપમાન નીચુ જશે. રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો જોવા મળશે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થઈ શકે છે.

આઈએમડીના આંકડા મુજબ ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ હાલમાં ઘટ્યુ છે. મોટાભાગના શહેરોમાં 3થી 4 ડિગ્રી જેટલો પારો વધી ગયો છે. નલિયા 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે 22.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે. માવઠાના લીધે ખેડૂતોની ચિંતા વધી શકે છે. ઠંડીનો ચમકારો વધી શકે છે. પવનનુ જોર પણ વધશે. ઉત્તર ગુજરાત, કચ્છના અમુક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 20 ડિગ્રી, નલિયામાં 15.4 ડિગ્રી, ડીસામાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, વડોદરામાં 18.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી, કંડલામાં 20.5 ડિગ્રી, દ્વારકામાં 21.2 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 29.8 ડિગ્રી, નલિયામાં 29.8 ડિગ્રી, ડીસામાં 29 ડિગ્રી, ગાંધીનગરમાં 29.4 ડિગ્રી, વડોદરામાં 31 ડિગ્રી, સુરતમાં 32.8 ડિગ્રી, કંડલામાં 32.1 ડિગ્રી, દ્વારકામાં 28.4 ડિગ્રી, રાજકોટમાં 30.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 30 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X