Gujarat Weather: જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં કડકડતી ઠંડી શરુ, માવઠાની આગાહી

Gujarat Weather: જમ્મુ કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનુ જોર વધી ગયુ છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં પારો 5.7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકુ રહેશે. રાજ્યમાં હાલમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં સિઝનનુ અત્યાર સુધીનુ સૌથી ઓછુ 13.3 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે.

cold

હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગાંધીનગર 11.5 ડિગ્રી, વડોદરા 15 ડિગ્રી, સુરત 20.2 ડિગ્રી, રાજકોટ 13.4 ડિગ્રી, દ્વારકા 17 ડિગ્રી અને પોરબંદર 16.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

રાજ્યના અલગ-અલગ શહેરોમાં મહત્તમ તાપમાન અમદાવાદમાં 28.5 ડિગ્રી, ગાંધીનગરમાં 28.4 ડિગ્રી, વડોદરામાં 29.8 ડિગ્રી, સુરતમાં 30.2 ડિગ્રી, રાજકોટમાં 29.8 ડિગ્રી, દ્વારકામાં 29.4 ડિગ્રી અને પોરબંદરમાં 31 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાન વધશે. ચાર દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. મહિનાના અંતમાં ઠંડી જોર પકડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 17થી 19 ડિસેમ્બર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. 20 અને 21 ડિસેમેબરે કાતિલ ઠંડી અનુભવાશે. 29થી 31 ડિસેમ્બરમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે. 10થી 13 જાન્યુઆરી દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે. ઠંડીનુ જોર વધશે. 22થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠાની પણ સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X