Gujarat Weather: માવઠા પછી ઠંડીનો ચમકારો, 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ, હજુ ફરી પલટાશે વાતાવરણ

Gujarat Weather: રાજ્યમાં અનેક જગ્યાએ વરસેલા કમોસમી વરસાદને પગલે હાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠા બાદ ઘણા શહેરોમાં તાપમાન ગગડ્યુ છે. જેના પરિણામે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ પડેલા માવઠા બાદ ગુજરાતમાં 9 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચુ નોંધાયુ છે. જેમાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.

cold

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાશે, જેની ઝડપ 15થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આઈએમડીના જણાવ્યા મુજબ આ વર્ષે ઉનાળામાં માવઠાઓ થવાની સંભાવના છે. જો કે, ગયા વર્ષ કરતા આ વખતે ઉનાળામાં તાપમાન ઉંચુ રહેશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી સંભાવના છે. જેના પગલે ગુજરાતમાં માવઠુ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે હજુ ઠંડી આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેશે તેમજ 11થી 13 માર્ચ દરમિયાન અમુક જગ્યાએ માવઠુ થઈ શકે છે. 20 માર્ચ પછી ગરમી વધશે. જો કે, ઉનાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણી વાર વાતાવરણમાં પલટો આવશે.

રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો સોમવારે 9 શહેરોમાં તાપમાન ઘટ્યુ હતુ. જેમાં નલિયા 9.2 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી, રાજકોટમાં 10.4 ડિગ્રી અને પોરબંદરમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, જૂનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી, દ્વારકા, જામનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી, ગાંધીનગર, કચ્છ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી, જ્યારે પોરબંદર, ભાવનગરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X