Gujarat Weather: ઠંડીનુ જોર વધશે, આજે આ જગ્યાએ કમોસમી વરસાદની સંભાવના
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાક રાજયમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આજે દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલથી આકાશ સ્વચ્છ બની શકે છે.

વળી, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જે બાદ 3-4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. જેના પરિણામે ઠંડીનુ જોર વધશે.
તમને જણાવી દઈએ કે બુધવારે 12 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. આ ઉપરાંત ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, ભૂજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં, વડોદરા અને આણંદમાં 15 ડિગ્રી તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 26.2 ડિગ્રી, ડીસામાં 26.3 ડિગ્રી, ગાંધીનગરમાં 25.8 ડિગ્રી, વડોદરામાં 26.6 ડિગ્રી, સુરતમાં 30 ડિગ્રી, વલસાડમાં 33.2 ડિગ્રી, ભૂજમાં 24.2 ડિગ્રી, નલિયામાં 24.6 ડિગ્રી, કંડલા પોર્ટમાં 29.2 ડિગ્રી, અમરેલીમાં 24.2 ડિગ્રી, ભાવનગરમાં 25.2 ડિગ્રી, દ્વારકામાં 23.6 ડિગ્રી, પોરબંદરમાં 28.6 ડિગ્રી, રાજકોટમાં 26 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
