Gujarat Weather: રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લા ભારે વરસાદ વરસી શકે છે, રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

જાણો કયાં પડી શકે છે વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહીસાગર, પંચમહાલ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ, વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ, ખેરગામ અને વાંસદામાં 1.6 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.1 ઇંચ વરસાદ અને વાપીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
