Gujarat Weather: રાજ્યમાં આ જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. માત્ર દાહોદમાં વરસાદ થઈ શકે છે. હાલમાં જે વરસાદ પડ્યો હતો તેના કારણે ભેજવાળુ વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. નલિયા અને ડીસાનુ તાપમાન આગામી 3 દિવસ સુધી એક ડિગ્રી સુધી વધ્યા બાદ ફરીથી ઘટશે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ હાલમાં વરસાદની કોઈ આગાહી નથી પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યમાં હાલમાં દિવસનુ તાપમાન ઓછુ હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ચાર દિવસ સુધી તાપમાન વધ્યા બાદ ફરીથી પારો ગગડશે.
હાલમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયુ છે તેમજ અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, અમરેલી, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, નર્મદા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. અરવલ્લી, બોટાદ, દાહોદ, ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.
અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, ખેડા, મોરબી, પંચમહાલ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહી શકે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, ભરુચ, બોટાદ, મહીસાગર, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. દાહોદ અને નવસારી જિલ્લાઓમાં 26 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
