ગુજરાતમાં હવે ઉનાળો શરૂ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ધીરે ધીરે શિયાળો પુરો થઈ રહ્યો છે અને વાતાવરણમાં પલટા સાથે ઉનાળાના એંધાણ વર્તાવાના શરૂ થઈ ગયા છે.

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યુ છે ત્યારે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં બદલાઈ રહેલા વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે.

Weather Forecast

ગુજરાતમાં ઉનાળાને લઈને અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે

આગામી સમયમાં કેવુ વાતાવરણ રહેશે તે મુદ્દે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું, 15 ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો થશે અને 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન પવન જોવા મળશે.

તેમણે જણાવ્યુ કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 50 કિલોમીટર આસપાસની ગતિએ દરિયા કિનારે પવન ફુંકાઈ શકે છે.

15 ફેબ્રુઆરીથી ગરમી વધશે

તેમના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ શકે છે. 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન પવનનું જોર વધવા સાથે આંધી-વંટોળનું પ્રમાણ પણ વધશે.

પવન અને આંધી-વંટોળ વધશે

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેના કારણે થોડી ગરમીનો અનુભવ થશે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર, બુધવારે ગુજરાતનું સૌથી નીચું તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 16, ડીસામાં 14.8, અમદાવાદમાં 17.6 ડિગ્રી, રાજકોટ 17.7, વડોદરામાં 16.4 અને સુરતમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X