Gujarat Weather Update : રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મચી તબાહી
Gujarat Weather Update : ગુજરાતના ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઠેર ઠેર પાણી ભરાઇ જવાને કારણે અથવા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કેટલાય ગામડાઓ કપાઈ ગયા હતા.
જેમાં વલસાડ અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો, આ વરસાદને કારણે પાણી ભરાઇ ગયા છે. નડિયાદમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ નહેર બની ગયા છે.

નડિયાદમાં અંડરપાસમાં ભારે પાણી ભરાઈ ગયા બાદ એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. આ કારમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ પછી, માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે દોરડાની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી હતી.
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમો રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈને ફસાયેલા લોકોને બચાવવા માટે તૈનાત કરવામાં આવી છે.
જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી એક છે. પુર અંગે પોલીસનું કહેવું છે કે, શુક્રવારથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 11 થી વધુ લોકોના મોત થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ભારે વરસાદ વચ્ચે લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. IMD એ જણાવ્યું હતું કે, રવિવારના રોજ પણ રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
