Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ છોટાઉદેપુર અને નર્મદામાં આજે અતિ ભારે વરસાદ થઈ શકે છે. વળી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આઈએમડી મુજબ પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે. 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે.

18મી સપ્ટેમ્બર માટે હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબીમાં પણ 18 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યુ છે કે બંગાળના ઉપસાગર તેમજ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ બની રહી હોવાથી 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ પડશે. તમને જણાવી દઈએ કે ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અહીં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X