ગુજરાતના યુવાનોમાં પૈસા કમાવવા 'વિકી ડોનર' બનવાનો ક્રેઝ

vicky-donor
અમદાવાદ, 24 જૂન : આપ માસ્ટર ડીગ્રી ધરાવો છો તો આપ આપની ક્ષમતા મુજબ કલાક દીઠ રૂપિયા 2000ની કમાણી કરી શકો છો. પણ જો આપની પાસે સારું ફિઝિક, સારો લૂક્સ હશે તો આપ એક કલાકના રૂપિયા 5000 સુધીની કમાણી સરળતાથી કરી શકો છો.

એક જ કલાકના રૂપિયા 5000ની કમાણીની વાત સાંભળી વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પણ હકીકત આ જ છે કે તમે એક કલાકના રૂપિયા 5000 કમાણી કરી શકો છે. જો કે આ માટે તમારી પાસે અલગ પ્રકારની લાયકાત હોવી જરૂરી છે. તમારું મગજ અત્યારે ચકરાવે ચઢ્યું હશે કે એવી તો કઇ જોબ છે કે જે આટલા બધા રૂપિયા આપી શકે.

આવી કમાણી કરવા માટે તમારે તમારો રિઝ્યુમે કે બાયોડેટા ઠીક ઠાક કરવાને બદલે તમારા ચપળપણા, ચાતુર્ય, સુડોળ બોડી પર ધ્યાન આપવું પડશે. આ બાબત પર ધ્યાન આપીને ગુજરાતના ઘણા યુવાનો તગડી કમાણી કરી રહ્યા છે. તેઓ સ્પર્મ ડોનેટ કરીને સરળતાથી નાણાં કમાઇ રહ્યા છે. આ માટે તેઓ વર્ષ 2011માં આવેલી ફિલ્મ વિકી ડોનરનો આભાર માને છે કે ફિલ્મે તેમને કમાણી કરવા માટે એક નવો માર્ગ દર્શાવ્યો છે.

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની બહાર લાગેલા પોસ્ટર્સમાંથી સંપર્ક કરીને અનેક યુવાનો સ્પર્મ વેચી રહ્યા છે. આવી જ જાહેરાત વાંચીને સ્પર્મ ડોનેટ કરનારા રાહુલે (નામ બદલ્યું છે) જણાવ્યું કે તે પ્રથમવાર સ્પર્મ ડોનેટ કરવા ગયો ત્યારે તેની પાસે સ્પર્મ સેમ્પલ, બ્લડ સેમ્પલ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક ફોટો આઇડી પ્રુફ પણ માંગવામાં આવ્યું હતું.

આટલી વસ્તુઓ જમા કરાવ્યા બાદ ત્રણ દિવસ પછી રાહુલ પર સ્પર્મ લેનાર કંપનીનો ફોન આવ્યો કે તેઓ સ્પર્મ ડેનેટ કરવા આવી શકે છે. રાહુલ મહિનામાં પાંચ વાર સ્પર્મ ડોનેટ કરે છે. એક વાર સ્પર્મ ડોનેટ કરતા તેના રૂપિયા 500 મળે છે. જો કોઇ સ્માર્ટ યુવાન હોય તો તેને પ્રતિ ડોનેશન રૂપિયા 5000 સુધીનું વળતર મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X