For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarati News Live: હરિપ્રસાદ સ્વામીના આજે અંતિમ સંસ્કાર થશે

તારીખ 1 ઓગસ્ટ 2021ના રોજના લાઈવ ગુજરાતી સમાચાર

|
Google Oneindia Gujarati News

Newest First Oldest First
9:47 AM, 1 Aug

હરિપ્રસાદ સ્વામીના આજે અંતિમ સંસ્કાર થશે

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 27 જુલાઇના રોજ અક્ષરધામ નિવાસી થયાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આજે બપોરના બે વાગ્યે શાસ્ત્રોક્ત વિધી મુજબ તેમના અંતિમ સંસ્કાર થશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમક્રિયા કરવાની હોવાથી કેટલીક વિધિના ઓનલાઈન દર્શન થઈ શકશે નહીં.
8:08 AM, 1 Aug

અમદાવાદમાં આજે રસીનો બીજી ડોઝ મળશે

સમગ્ર રાજ્યમાં કોરોના હાવી થયા બાદ ગુજરાત સરકારે વાયરસને નાથવા અથાગ પ્રયત્નો કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે અમદાવાદમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનના બીજા ડોઝ આપવાનું કેમ્પેન ચાલુ કરશે.
8:05 AM, 1 Aug

SMEને મળતી સબસિડી મળવાની શક્યતા નહીંવત

સોલાર પ્લાન્ટમાં SMEને મળતી સબસિડી રોકાણ કરનારાને મળે તેવી શક્યતા નહીંવત. 10 કરોડ સુધીનું રોકાણ કરનાર ચાર હજાર ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.
8:05 AM, 1 Aug

રાજ્યની રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગુજરાતમાં સત્તાના પાંચ વર્ષ પૂર્ણ કરી લીધાં છે. વિજય રૂપાણી જો કે બીજી વખત ચૂંટાયા છે પણ આગલી ટર્મ આનંદી બહેન પટેલની હતી જેમણે રાજીનામું આપી દીધું હોવાના પગલે વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ઘણા ધમપછાડા બાદ નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. જે બાદ 2017માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ફરી ભાજપને વિજય થતાં વિજય રૂપાણી સતત બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા હતા. આજે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરશે. 135 કરોડના ખર્ચે 659 શાળાઓના તૈયાર થયેલ 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી 95 કરોડના ખર્ચે તૈયાર 1050 શાળાના ઓરડાઓનું પણ લોકાર્પણ કરશે. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર 71 પંચાયત ઘરનું લોકાર્પણ કરશે. 4 કરોડ 80 લાખના ખર્ચે તૈયાર ધોળકા, નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ કરશે. 35 કરોડનાખર્ચે તૈયાર 256 માધ્યમિક શાળાઓમાં કમ્યુટર લેબનો શુભારંભ. એક હજાર પીએચડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 2008 વિદ્યાર્થીઓને સહાયની સાથે નમો ટેબલેટ વિતરણ કરાશે. સ્ટુડંટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ 16 કોલેજો, યુનિવર્સિટીઓ સાથે MoU કરાશે.
7:57 AM, 1 Aug

સુરતમાં 1250 કરોડના ખર્ચે બનશે રેલવે સ્ટેશન

સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનની કાયાપલટ કરી સ્માર્ટ રેલવે સ્ટેશન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1250 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સુરત અને ઉધના રેલવે સ્ટેશનોને ‘રેલ પોલીસ’માં ફેરવવા માટે ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (IRSDC)એ ક્વોલિફિકેશન માટે આમંત્રણ આપ્યું છે. આ પ્રોજેક્ટ માટે પ્રી-બીડ મીટિંગ 6 ઓગસ્ટ 2021ના રોજ યોજાશે અને સબ્મિશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2021 છે. આ પ્રોજેક્ટ બન્યા બાદ મુસાફરો અહીં રહેવા, કામ કરવા, ગેમ્સ ઝોન તેમજ રાઈડ્સની મજા મણી શકશે.

શુભ સવાર. આજરોજ 1 ઓગસ્ટ 2021ના રોજના ગુજરાતના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો. ગુજરાતમાં બનતી તમામ મહત્વની ઘટનાઓનું સંક્ષિપ્ત રૂપમાં સૌથી ઝડપી સમાચાર મેળવો. અહીં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચારો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

hari prasad swami
English summary
Read all latest and breaking news in gujarati । સુરતમાં 1250 કરોડના ખર્ચે બનશે રેલવે સ્ટેશન
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X