Good News : ચિનુ મોદીને સાહિત્ય અકાદમી પુરસ્કાર
નવી દિલ્હી, 4 જાન્યુઆરી : ગુજરાતના જાણીતા કવિ ચિનુ મોદીની તેમના કાવ્ય સંગ્રહ ખારા ઝરણ માટે વર્ષ 2013ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. એક અધિકારીએ શનિવારે એક નિવેદનમાં આ માહિતી આપી.

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે વિજેતાઓને સાહિત્ય અકાદમી દ્વારા આગામી માર્ચ માસમાં યોજાનાર સાહિત્યોત્સવમાં સન્માનિત કરવામાં આવશે. પુરસ્કાર હેઠળ વિજેતાઓને સ્મૃતિ ચિહ્ન, શૉલ તથા એક લાખ રુપિયા રોકડા આપી સન્માનિત કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
