ગુજરાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો
પોતાના ટિકટોક વીડિયોને લઈને હંમેશા વિવાદોના કેન્દ્રમાં રહેતી ગુજરાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે.
ટિકટોક એક એવી એપ છે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો શોર્ટ વીડિયો બનાવી ખૂબ જ ઝડપથી અને સરળતાથી દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી પોતાની ક્રિએટીવિટી દર્શાવી શકે છે. પરંતુ અમુક લોકો તેનો દૂરુપયોગ પણ કરતા હોય છે. જેમાં હવે નામ જોડાયુ છે ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનુ. પોતાના ટિકટોક વીડિયોને લઈને હંમેશા વિવાદોના કેન્દ્રમાં રહેતી ગુજરાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. થોડા દિવસો અગાઉ ઘુવડ પકડીને વીડિયો બનાવવા બદલ વિવાદમાં આવેલ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. મારામારીના કેસમાં પૂર્ણા ગામ પોલિસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.

યુવક પર કર્યો જીવલેણ હુમલો
પોલિસે કલમ 307 હેઠળના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા મામલે પોલિસે તેની ધરપકડ કરી હતી.

ઘુવડ સથે વીડિયો બનાવવા બદલ થયો હતો દંડ
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ વનવિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો હોવાથી જીવદયા પ્રેમીઓમાં નારજગી વ્યાપી ગઈ હતી.

ટીકટોક વીડિયોને લઈને હંમેશા વિવાદમાં
મહત્વનુ છે કે ટીકટોક એપ્લીકેશનનુ યુવાવર્ગને ખૂબ જ ઘેલુ લાગ્યુ છે. એપ્લીકેશન ભારતમાં આવ્યા બાદ અનેક લોકો રાતોરાત તેમાં સ્ટાર બની ગયા છે. ત્યારે સુરતની કીર્તિ પટેલ પણ ટીકટોક સ્ટાર છે. જો કે તે પોતાના ટીકટોક વીડિયોને લઈને હંમેશા વિવાદમાં રહે છે ત્યારે હવે એક યુવક પર હુમલો કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
