અમદાવાદના 13 વર્ષના ગ્રંથે ગણિતમાં દુનિયા હંફાવી!
અમદાવાદ, 16 ઓક્ટોબર: ગુજરાતમાં વાપીના 13 વર્ષના ગ્રંથ ઠક્કરે વર્લ્ડ મેંટલ અરિથમેટિક ચેમ્પિયન બનીને ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું પણ નામ આખી દુનિયામાં રોશન કર્યું છે. ગ્રંથે જર્મનીના ડ્રેસડેન સિટીમાં છઠ્ઠા વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન મેંટલ અરિથમેટિક પર કબ્જો કરીને સૌને ચોંકાવી દીધા છે. 12 ઓક્ટોબરના રોજ ગ્રંથે આ એવોર્ડ પોતાના નામે કરી લીધો. આ વિશ્વ સ્તરની સ્પર્ધાના જજોએ ગ્રંથની ક્ષમતા પર ગર્વ સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
જજોએ જણાવ્યું કે ગ્રંથે એક પણ ભૂલ કર્યા વગર ખૂબ જ ઓછા સમયમાં મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરીને સૌને અચંબામાં નાખી દીધા. સ્પેનના માર્ક જોરનેટ સાંજને દ્વિત્તિય પુરસ્કાર મળ્યો છે. જ્યારે જાપાનના ચી ઇશિકાવાને ત્રીજા નંબર પર પુરસ્કાર પ્રાપ્ત થયું છે. 18 દેશોના 40 લોકો આ પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધકોને ગણના માટે કોઇપણ ટેકનિકલ ડિવાઇસ આપવામાં ન્હોતા આવ્યા. અહીં સુધી પેપર અને પેન્સિલ પણ મર્યાદિત માત્રામાં હતા.

ગ્રંથે તુર્કીના અંટાલિયા સિટીમાં ઓલંપિયાડમાં પણ ભાગ લીધો હતો. ગ્રંથને વર્લ્ડ ફાસ્ટેસ્ટ નંબર ગેમ 'ફ્લેશ અંજન'માં ગોલ્ડ મળ્યું હતું. ફ્લેશ અંજનમાં 15 નંબર્સને મિલાવવાના હોય છે. તેને મોટી સ્ક્રીન પર સ્ફૂર્તીથી અંજામ આપવાનું હોય છે. ગ્રંથને કિડ્સ કેટેગરીમાં ગોલ્ડ મળ્યું હતું અને એડલ્ટમાં સિલ્વર.
તસવીર: નવભારત ટાઇમ્સ












Click it and Unblock the Notifications
