GUVNLનું હેડક્વાર્ટર GIFT Cityમાં શિફ્ટ થવાની શક્યતા
ગુજરાત સરકારની પાવર ડિસ્ટ્રિબ્યુશન શાખા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મુખ્ય મથકને વડોદરાથી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે. GUVNLની શાખા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) એ GIFT સિટીમાં 45,000 ચોરસ ફૂટની ભાડાપટ્ટે જગ્યા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. GUVNLના અધિકારીઓને રાજ્યના ઉર્જા વિભાગ સાથે બેઠકો માટે વડોદરાથી અવારનવાર ગાંધીનગર જવું પડતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ ગુજરાત વિદ્યુત બોર્ડ (GEB) તરીકે ઓળખાતી GUVNL ગુજરાત એક અલગ રાજ્ય બન્યું ત્યારથી એટલે કે 1960થી વડોદરામાં પોતાનું મુખ્ય મથક ધરાવે છે.
વણકબોરી, ધુવારણ અને ઉકાઈ જેવા પાવર સ્ટેશનની નજીક હોવાથી વડોદરા મુખ્ય મથક નક્કી કરવામાં આવ્યું હતું. 2005મમાં સુધારો કરી GEBને GUVNLમાં બદલવામાં આવ્યું અને ટ્રાન્સમિશન કંપની GETCO જનરેશન કંપની GSEC, વિતરણ કંપનીઓ MGVCL, DGVCL, PGVCL અને UGVCLની રચના કરવામાં આવી.
GUVNL ને GIFT સિટીમાં સ્થાનાંતરિત કરવા સાથે, વડોદરાને MGVCL ના મુખ્ય મથક સાથે છોડી દેવામાં આવશે જે મધ્ય ગુજરાતને વીજ પુરવઠા માટે જવાબદાર છે. એવું માનવામાં આવે છે કે GETCO અને GSEC ઓફિસો પણ GIFT સિટીમાં શિફ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે ભૂતકાળમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું મુખ્ય મથક પણ વડોદરામાં હતું. બાદમાં તેઓને ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
