હાર્દિક પટેલ પર બ્રહ્મ સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ

Written By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે નવી મુશ્કેલી આવી છે. હાર્દિક પટેલ પર બ્રાહ્મણ સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. ચાંદખેડામાં રહેતા અભિષેક શુક્લા નામના વ્યક્તિએ આ મામલે હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અભિષેકના મિત્ર થકી તેમની પાસે આવેલ એક વીડિયોમાં હાર્દિક પટેલ તેના મિત્રો સાથે બેસી વાત કરતો જોવા મળે છે, જેમાં તે બ્રાહ્મણ સમાજના પુરૂષો અને મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે. આને આધારે અભિષેક શુક્લાએ હાર્દિક સામે આ મામલે કડક પગલાં લેવાની અરજી કરી છે.

Hardik patel

મંગળવારે આ મામલે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ સાથે હાર્દિક પટેલનો અન્ય એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બ્રાહ્મણ સમાજ અંગે કરેલ વાંધાજનક ટિપ્પણી મામલે માફી માંગી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ અંગે ટિપ્પણી કરતો હાર્દિક પટેલનો વીડિયો 22 મેનો છે, જેને આધારે હાર્દિક પટેલ અને તેના બે મિત્રો વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. અભિષેક શુક્લાએ આ વીડિયો પણ પોલીસને સોંપ્યો છે. ચાંદખેડાના પીઆઇ એ આ મામલે કહ્યું હતું કે, અમે અરજી લીધી છે. સોંપવામાં આવેલ વીડિયોની યોગ્ય તપાસ બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. અભિષેક શુક્લાના વકીલે જણાવ્યું હતું કે, તેમણે પ્રથમ ક્રાઇમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ફરિયાદ ન લેતાં ચાંદખેડા પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું.

English summary
Hardik Patel accused for indecent comment on Brahmin community

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.