હાર્દિક પટેલે કહ્યું, હા હું એજન્ટ છું, જનતાનો એજન્ટ!

Written By:
Subscribe to Oneindia News

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય વાતાવરણ ગરમાઇ રહ્યું છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે પાટીદારોના અનામત આંદોલને પણ આકરું રૂપ લીધું છે. 31 ઓક્ટોબર, 2017 અને મંગળવારના રોજ મોરબીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જનસભાનું સંબોધન કર્યું હતું. આ જનસભામાં તેણે કહ્યું હતું કે, હા હું એજન્ટ છું. આ નિર્દોષ જનતાના અધિકારના અવાજનો એજન્ટ છું. હાર્દિક પટેલની આ જનસભામાં એક લાખથી વધુ લોકો તેને સાંભળવા ઉમટી પડ્યા હતા.

Hardik Patel

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની છેલ્લી ગુજરાત મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે તેમની સાથે બેઠક કરી હોવા અંગે અનેક સમાચારો આવ્યા હતા. આ મામલે ભાજપ દ્વારા હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને હાર્દિક કોંગ્રેસનો એજન્ટ હોવાનો પણ આરોપ મુકાયો હતો. આ આરોપનો જાણે મોરબીમાં હાર્દિકે જવાબ વાળ્યો હતો. આ પહેલાં હાર્દિકે મોરબીમાં સિરામિક વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જીએસટી, નોટબંધી સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી.

English summary
PAAS convener Hardik Patel addressed a rally in Morbi on Saradar Patel Jayanti.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.