હાર્દિક કહ્યું ભાજપી નેતાઓએ BJPને બળાત્કારી પાર્ટી બનાવી છે

Posted By:
Subscribe to Oneindia News

નલિયા દુષ્કર્મ કાંડ મામલે સોમવારે સાંજે કચ્છ આવેલા પાસ કન્વીનર હાર્દિક પટેલભાજપ સરકારને આડે હાથે લીધી હતી. તેણે કહ્યું હતું કે નલિયા કાંડના મૂળ શોધવા જઇએ તો ગાંધીનગર સુધી તેનો રસ્તો જશે. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે નલિયા સેક્સ કાંડથી ગુજરાતની અસ્મિતા પર સવાલ ઊભા થયા છે. તેણે જણાવ્યું કે ભાજપના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને બળાત્કારી જનતા પાર્ટી બનાવી દીધા છે.

hardik patel

એટલું જ નહીં નલિયા પહોંચીને તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ચોટદાર ટિપ્પણી કરી હતી. સોશ્યલ મીડિયા પર તેણે અનેક ટ્વિટ કરી હતી. નોંધનીય છે કે નાલિયા કાંડ દિવસેને દિવસે ભાજપ માટે રાજકીય દબાણ વધારી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલની મુલાકાત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિરોધ, અલ્પેશ ઠાકોર જેવા ઓબીસી નેતાનો વિરોધ ભાજપના ગળા પર એક પછી એક ફંદા બની રહ્યા છે.

English summary
Hardik Patel blames BJP for Naliya rape case. Read here his reaction on this case
Please Wait while comments are loading...