હાર્દિકનો મોદી વાર: ચરખો ચલાવવાથી કોઇ ગાંધી નથી બની જતું

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે અનામત આંદોલન બાદ સજા પેઠે 6 મહિનાની વાનવાસ વેઠી પાટીદાર અનામત આંદોલનના કન્વીર હાર્દિક પટેલ, મંગળવારે ગુજરાત પરત ફરી રહ્યા છે. ત્યારે આજે હાર્દિક પટેલે ઉદેયપુર ખાતે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી હતી અને તેમાં અનેક મુદ્દા પર ટિપ્પણી કરી હતી. ત્યારે તેમણે આ પ્રેસ કોન્ફર્ન્સમાં શું કહ્યું જાણો અહીં...

hardik


ઉદેયપુરના લોકોનો આભાર
હાર્દિકે સૌથી પહેલા આ પ્રસંગે ઉદેયપુર અને રાજસ્થાનના લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે ક્યારેય પણ અહીંના ખેડૂતો અને અન્ય લોકોના પ્રશ્નને અવાજ આપવાની અને સાથ આપવાની જરૂર પડશે ત્યારે ચોક્કસથી હાજર રહી બનતા પ્રયાસો કરીશે. જો કે તેમણે અહીંના પ્રસાશન અને પોલીસ દ્વારા તેમની વારંવાર હેરાનગતિ કરવાની વાત પણ ઉચ્ચારી હતી. 

અનામતની માંગ
હાર્દિકે કહ્યું કે સંવિધાન મુજબ અમે અનામત માંગીએ છીએ. અને 9 મહિના જેલના અને 6 મહિના વનવાસના બાદ હવે જ્યારે ગુજરાત પરત ફરીએ છીએ ત્યારે નવી ઊર્જા સાથે આ આંદોલનને આગળ લઇ જઇશું. વધુમાં હાર્દિકે કહ્યું કે જો મને 14 વર્ષની સજા થશે તો પણ મારી ઉંમર પ્રમાણે 36 વર્ષે જેલની બહાર આવીને હું સમાજની સેવા કરી શકું તેમ છું. 

ડરાવાનો પ્રયાસ
હાર્દિકે ઉદેયપુર પ્રશાસન પર રોષ વ્યક્ત કરતા કહ્યું કે પ્રશાસન અને પોલિસ દ્વારા અમને ડરાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લે પણ સ્નેહ મિલન અને ભોજન કાર્યક્રમ કરવા માટે પણ પરવાનગીની વાત કરવામાં આવી છે. જે અયોગ્ય છે.

કેશુભાઇ
નોંધનીય છે કે હાર્દિકે જણાવ્યું કે ગુજરાત જઇને તે પહેલા કેશુભાઇ પટેલને મળવાનો પ્રયાસ કરશે. અને તેમના આશીર્વાદ લેશે. સાથે જ કાલે ગુજરાતના કાર્યકર્તાઓ સાથે પણ તે કાલે મુલાકાત કરશે. નોંધનીય છે કે પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહી ગુજરાત બોર્ડર પર હાર્દિક પટેલનું સ્વાગત કરશે. 

રૂપાણી સરકાર
રૂપાણી સરકાર પાટીદારો સાથે શાંતિ વાર્તા કરવા ઇચ્છે છે તે અંગે બોલતા હાર્દિક પટેલે કહ્યું છે છેલ્લા બે મહિનાથી અમે સરકારને અમારા આંકડા રજૂ કરી દીધા છે તેમ છતાં સરકાર હજી સુધી આ અંગે કંઇ નથી કરી શકી. સરકાર દ્વારા અત્યાર સુધી ખાલી સમાજને તોડવાનો જ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચરખા વિવાદ
મોદી અને ચરખા વિવાદ પર પણ ટિપ્પણી કરતા હાર્દિકે કહ્યું કે ચરખો ચલાવવાથી કોઇ ગાંધી નથી બની જતું. આ બધુ તાનાશાહીના પગલે ચાલે છે. વધુમાં અમિત શાહ પર ટિપ્પણી કરતા હાર્દિકે કહ્યું કે પર્સનલી આજ દિવસ સુધી અમિત શાહ પણ કદી અમને ડરાવી નથી શક્યા નથી અને અમે ડરવાના પણ નથી.

નોંધનીય છે કે હાર્દિક પટેલના આગમન માટે મંગળવારે રતનપુર બોર્ડર પર 1 લાખથી પણ વધુ પાટીદારો ઉમટશે તેવી વાત અતુલ પટેલ જણાવી હતી. ત્યારે 9 મહિના જેલ અને 6 મહિના ઉદેયપુર બાદ એમ કુલ 15 મહિના પછી હાર્દિક પટેલ ગુજરાત પરત ફરી રહ્યો છે. ત્યારે જોવાનું તે રહે છે કે તે બાદ ગુજરાતના રાજકારણમાં કેવી રીતનો ગરમાવો આવે છે. અને અનામત આંદોલન કંઇ દિશામાં આગળ વધે છે. 

English summary
Before his arrival to gujarat paas convener Hardik patel criticise Pm Modi and Amit shah.
Please Wait while comments are loading...