For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હાઇ એલર્ટ, ઇન્ટરનેટ સેવા બંધ, પાટીદારોનું રસ્તા રોકો આંદોલન

|
Google Oneindia Gujarati News

સુરતના માનગઢથી આજે પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલ એકતા યાત્રા નીકાળવાના હતા. પણ યાત્રા શરૂ થતા જ પોલિસે તેમની અને તેમના 78 સાથીઓની અટકાયત કરી છે. જે બાદ પોલિસે સ્થિતિની ગંભીરતાને સમજતા હાઇ એલર્ટ જાહેર કરીને ગુજરાતભરમાં ચાંપતો પોલિસ બંદોવસ્ત કર્યો છે. સાથે જ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

નોંધનીય છે કે હાર્દિક પટેલે પહેલા જ સરકારને ચિમકી આપી હતી કે તે જો તેની 19 સપ્ટેમ્બરની યાત્રાને પોલિસ મંજૂરી નહીં આપે તેમ છતાં તે રેલી નીકાળશે. તો બીજી તરફ જિલ્લા કમિશ્નરે ગત રાતે યાત્રા માટે મંજૂરી ના આપતા તેણે આજે રેલી કાઢી જે બાદ પોલિસે તેની અટકાયત કરી. ત્યારે આ આખો ધટનાક્રમ શું રહ્યો, તે પછી ગુજરાતમાં શું થયું, પાટીદારોનું રસ્તા રોકો અંદોલન અને હાર્દિકે જાહેર કરેલી અપીલ તે તમામ વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સરકારને પાટીદારોએ આપ્યું અલ્ટીમેટમ

સરકારને પાટીદારોએ આપ્યું અલ્ટીમેટમ

પાટીદાર સમાજની કોર કમિટીએ સરકારને ચાર વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે તેણે કહ્યું છે કે જો સરકાર 4 વાગ્યા સુધી હાર્દિક પટેલને મુક્ત નહીં કરે તો રવિવારે ગુજરાત બંધ રહેશે.

સુરતમાં રસ્તા રોકો

સુરતમાં રસ્તા રોકો

સુરતમાં પાટીદારોએ હાર્દિક પટેલની અટકાયત બાદ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે. તો બીજી તરફ પોલિસો પણ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આ આંદોલનને વિફળ કરવાના ભરપૂર પ્રયાસો કરી રહી છે.

દુકાનો બંધ

દુકાનો બંધ

તો બીજી તરફ વરાછામાં હાર્દિકની ધરપકડ બાદ તમામ દુકોનો ટપોટપ બંધ થઇ ગઇ છે. જે બાદ પોલિસે પેટ્રોલિંગ સધન કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં ઘારા 144 લગાવાઇ

સૌરાષ્ટ્રમાં ઘારા 144 લગાવાઇ

પ્રાપ્ત માહિતી મુજબ હાર્દિક પટેલની અટકાયત બાદ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ચક્કાજામ લગાવાતા ધારા 144 લાગુ કરવામાં આવી છે. વળી આ ધારા લાગ્યું કર્યા બાદ મોટી સંખ્યામાં લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

ઇન્ટરનેટ સેવા બંધ

ઇન્ટરનેટ સેવા બંધ

જે બાદ ગુજરાત સરકારે એલર્ટ જાહેર કરી પોલિસનો ચાંપતો બંદોવસ્ત કર્યો. સાથે જ સુરતમાં 24 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ. તથા અન્ય વિસ્તારોમાં પણ મોબાઇલ સેવા પર પ્રતિબંધ મુકાળો. સાથે જ સુરતમાં અને ગુજરાત ભરમાં ચાંપતો પોલિસ બંદોવસ્ત ગોઢવવામાં આવ્યો. કમિશ્નરે પોલિસને એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા.

રસ્તા રોકો આંદોલન

રસ્તા રોકો આંદોલન

જે બાદ અમરેલીના બગસરામાં હાઇ વે પર પાટીદારો ચક્કાજામ કર્યો. જે બાદ પોલિસે તો ભેસાણમાં પણ દુકાનોના શટર પડાયા.

હાર્દિકની અપીલ

હાર્દિકની અપીલ

જો કે અટકાયત બાદ હાર્દિક પટેલે ગુજરાત પોલિસને કોઇ પણ પ્રકારનો અત્યાચાર ના કરવાની અપીલ કરી હતી. અને પાટીદારોને પણ શાંતિથી કાર્યક્રમો કરવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ગુજરાતના હિતમાં જ પટેલોનું હિત છે. સાથે જ સમય સાથે યોગ્ય કાર્યક્રમ આપવાની પણ વાત કરી હતી.

બીજો હાર્દિક પટેલ

બીજો હાર્દિક પટેલ

ત્યાં જ હાર્દિકની અટકાયત બાદ તેના કઝીન ભાઇ જેનું નામ પણ હાર્દિક છે તેણે સરકારને રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી અને હાર્દિક અને તેના સાથીઓને છૂટા કરવાની માંગણી કરી.

પોલિસે કરી અટકાયત

પોલિસે કરી અટકાયત

જોવી હાર્દિક પટેલ યાત્રાની શરૂઆત કરી તેવી જ ત્યાં હાજર પોલિસે હાર્દિક અને તેના 78 સાથીઓની અટકાયત કરી. જે બાદ તેને સુરતના પોલિસ હેડક્વાટર લઇ જવામાં આવ્યો.

માનગઢથી રેલી નીકાળી

માનગઢથી રેલી નીકાળી

આજે સવારે માનગઢથી 9 વાગે એકતા યાત્રા શરૂ કરવાની હતી જે મુજબ હાર્દિક ત્યાં પહોંચી પહેલા સરદાર પટેલના પૂતળાને ફૂલહાર ચઢાવ્યા. અને તે બાદ જય સરદારના નાદ સાથે એકતા યાત્રાની શરૂઆત કરી.

હાર્દિકે કરી ગણપતિ બાપ્પાની આરતી

હાર્દિકે કરી ગણપતિ બાપ્પાની આરતી

હાર્દિક પટેલે પટેલ અનામત આંદોલનના ભાગ રૂપે માનગઢ ખાતે એકતા યાત્રાની શરૂઆત કરતા પહેલા ગણપતિ બાપ્પાની આરતી કરી તેમના આશીર્વાદ લીધા હતા. અને આ આંદોલન સફળ કરવા માટે પ્રાર્થના કરી હતી.

English summary
Hardik patel detained. All internet services blocked for 24 hrs in Surat. In Bagasara patels block national highway. Gujarat police is on alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X