હાર્દિક પટેલ : ચલો માની લો હું ખોટો છું, અવસર મળે તો મારી નાંખજો

Posted By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલ પર કથિત વીડિયો જાહેર થયા પછી મંગળવારે ભરૂચ જિલ્લામાં હાર્દિક પટેલ પહેલી વાર જાહેર સભામાં હાજરી આપી હતી. જ્યાં તેણે આવા કથિત વીડિયો જાહેર થા પછી ભાજપ સરકાર પર અનેક આકાર પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં તેણે ટ્વિટ કરીને પણ કહ્યું હતું કે ગુજરાતની જનતા 22 વર્ષના છોકરાનોનો નહીં પણ 22 વર્ષમાં થયેલા વિકાસની સીડી દેખવા માંગે છે. વધુમાં તેણે કહ્યું કે ચલો માની લો કે હું ખોટો છું. અવસર મળે તો મને મારી નાંખજો. પણ આ મુદ્દો સમુદાયના અધિકારોનો છે. ખેડૂતો, યુવાઓના ભવિષ્યનો છે. આ મુદ્દા પરથી ભાજપની સત્તા કેમ કંઇ કરી નથી રહી. અન્ય એક ટ્વિટમાં હાર્દિક પટેલ કહ્યું કે જેને જે કરવું હોય તે કરી લે હું પાછો પડવાનો નથી. 23 વર્ષનો હાર્દિક હવે મોટા થઇ રહ્યો છે અને મને બદનામ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે.

hardik patel

ઉલ્લેખનીય છે કે હાર્દિક જેવા દેખાતા વ્યક્તિના વીડિયો વાયરલ થયા પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જો કે ભાજપ આ પાછળ પોતાનો હાથ ન હોવાનું કહી રહી છે ત્યાં જ પાસ કમિટીએ આ મામલે હાર્દિક સાથે ગંદી રાજનીતિ રમાઇ રહી હોવાની અને તેના સમર્થનમાં ઊભા રહેવાની વાત કરી છે. વધુમાં હાર્દિકે આ અંગે 18મી વધુ ખુલાસા કરવાની વાત પણ કરી છે. ત્યારે ભરૂચમાં થનારી આ સભામાં પણ હાર્દિકના જનસંબોધન વખતે લોકોની હાજરી જોવા મળી હતી.

English summary
Hardik Patel : Let's assume I am wrong, if get chance kill me. After Hardik Patel video release this is his reaction. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.