For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#HardikPatel Live: સુરતમાં હાર્દિકની મહારેલી, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલ આજે સુરતની લાજપોર જેલમાંથી શરતી જામીન હેઠળ મુક્ત થઇને બહાર આવ્યો હતો. કાઠિયાવાડી પહેરવેશ અને માથે ફાળિયા સાથે જેલની બહાર આવનારા હાર્દિક પટેલનું પટેલ સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને જોશ સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં તેનું સ્વાગત 11 માતા સ્વરૂપે દરેક સમાજની 1-1 એમ 11 દિકરીઓએ કર્યું.

જે પછી હાર્દિક પટેલ મીડિયા સાથે વાતચીત કરી કહ્યું હતું. અને ત્યાર બાદ ખુલ્લી ટ્રકમાં સુરત શહેરમાં મહારેલી સાથે નીકળી પડ્યો હતો.મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે આજે સત્યનો વિજય થયો છે. અને અમે આવનારા દિવસોમાં અમારી કાર્યપદ્ધતિ બદલશું પણ આંદોલન તો ચાલુ જ રહેશે. અને શાંતિપૂર્ણ રીતે અમે અનામત આંદોલન ચાલુ રાખશું.

હાર્દિક પટેલ આ મહારેલી દરમિયાન ભસ્તાન મુકામે સરદાર પટેલની પ્રતીમાને ફૂલહાર ચઢાવીને સુરતના રીંગરોડથી થઇને લાલ દરવાજા ખોડિયાર માતાના મંદિર તથા સ્ટેશન રોડ ઉમીયાધામના દર્શન કરીને મીની બજારથી તરફ જશે. ત્યાંથી કાપોદ્રા, ઉતરાણ બ્રિજ, સુદામા ચોક, યોગી ચોક થઇ ચાર વાગે કોર્ટમાં હાજરી આપશે.

ત્યારે હાર્દિક પટેલની તમામ ખબરો અમે તમને અહીં આપતા રહીશું તે માટે આ પેઝ રિફ્રેશ કરતા રહેજો. હાર્દિકના આ સમગ્ર કાર્યક્રમની વધુ વિગતો જાણો અહીં...

યોગી ચોક પહોંચ્યો હાર્દિક

યોગી ચોક પહોંચ્યો હાર્દિક

હાર્દિક પટેલ સુરતના યોગી ચોક પહોંચી ચૂક્યો છે. મોટી સંખ્યામાં માનવમહેરામણ તેને જોવા માટે ઉમટી પડ્યું છે. હવે આ મહારેલી સમાપ્ત થયા બાદ તે ભરૂચ, બરોડા, નડિયાદ થઇને રાતે અમદાવાદ પહોંચશે. અને રાતે ત્યાં પહોંચી સવારે વહેલા માદરેવતન વિરમગામ જવા નીકળશે.

હાર્દિકની મહારેલી

હાર્દિકની મહારેલી

હાર્દિક પટેલે ફૂલોથી શણગારેલી ખુલ્લી ટ્રકમાં સુરતભરની યાત્રા પર હાલ નીકળ્યો છે. મોટી સંખ્યામાં રસ્તામાં ઉભેલા પાટીદારો અને લોકો હાર્દિક પટેલનું રસ્તા પર સ્વાગત કરી રહ્યા છે.

લોકોની પડાપડી

લોકોની પડાપડી

ત્યારે સુરતના સમગ્ર રસ્તા પર જ્યાં મહારેલી પસાર થઇ રહી છે ત્યાં લોકો મોટી સંખ્યામાં હાર્દિકની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.

ખેડૂત છું- હાર્દિક પટેલ

ખેડૂત છું- હાર્દિક પટેલ

હાર્દિક પટેલની આ રેલીમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના ખેડૂત પાટીદારો પણ જોડાયા હતા.

આંદોલનની કાર્યપદ્ધતિ બદલાશે: હાર્દિક પટેલ

આંદોલનની કાર્યપદ્ધતિ બદલાશે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં આંદોલનની કાર્યપદ્ધતિ બદલાશે પણ અનામત માટે અમારું આ આંદોલન ચાલુ રહેશે.

"અમારું આંદોલન રાજકીય પાર્ટીની જાગીર નથી"

વધુમાં હાર્દિક પટેલે મીડિયાને કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કોઇ રાજકીય પક્ષની જાગીર નથી. રાજકીય ઉપયોગ માટે અમારું આ આંદોલન નથી" નોંધનીય છે કે જેલમાંથી લખેલા પત્રમાં પણ હાર્દિક પટેલ કોઇ પણ રાજકીય નેતા ન ફરક્યો હોવાનો રંજ રજૂ કર્યો હતો.

"સત્યમેવ જયતે"

પોતાની મુક્તિ મામલે હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો જય થયો છે. ન્યાયતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને મને ન્યાયતંત્રના ન્યાય પર ભરોસો છે. માટે જ કહું છે કે આજે સત્યની જીત થઇ છે.

"56 ઇંચની છાતી નહીં આરક્ષણ આપો"

કોઇનું પણ નામ લીધા વગર હાર્દિક પટેલે કહ્યું કે અમને 56 ઇંચની છાતી નહીં આરક્ષણ જોઇએ છે. આ 6 મહિના દરમિયાન અમે વિનંતી કરી પ્રેમથી અને શાંતિપૂર્ણ રીતે આનમત માંગવાનો પ્રયાસ કરીશું.

કાઢિયાવાડી ડ્રેસનું કારણ

કાઢિયાવાડી ડ્રેસનું કારણ

હાર્દિક જેલની બહાર કાઢિયાવાડી પહેરવેશમાં આવ્યા હતો તેણે કહ્યું કે હું ખેડૂતો માટે લડું છું અને માટે જ આજે કાઢિયાવાડી પહેરવેશમાં બહાર આવ્યું છું.

પરિવારે કેક કાપી

પરિવારે કેક કાપી

ત્યારે વિરમગામમાં હાર્દિકની કાગડોળે રાહ જોઇ રહેલા હાર્દિક પટેલના પરિવારે ટીવીમાં હાર્દિકનો ચહેરો જોઇને ખુશી વ્યક્ત કરી હતી અને કેક કાપી મીઠું મો કર્યું હતું.

English summary
Hardik patel release update in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X