હાર્દિક પટેલનો અનોખો વિરોધ, બોટાદમાં કરાવ્યું મુંડન

Subscribe to Oneindia News

પાટીદાર સમાજ પર સરકારના વિરોધમાં બોટાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સહીત પાસના કાર્યકરોએ મુંડન કરાવ્યું છે. પાસના કાર્યકર્તાઓ દ્વારા પાટીદાર અનામત આંદોલન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી સતત સરકારના વિરોધમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. રવિવારે ફરી એકવાર સરકારના વિરોધમાં હાર્દિક સહિત પાસના કાર્યકરો દ્વારા મુંડન કરાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે પાટીદાર સમાજ પર કરેલા અત્યાચાર સામે તથા તેમની અનામતની માંગણી પૂરી થાય તે માટે વિરોધ આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

hardik patel

આ સિવાય આજે પાસ દ્વારા હાર્દિક પટેલની વિશેષ હાજરીમાં ભાવનગર શહેરમાં ન્યાય યાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાસ દ્વારા હાર્દિક પટેલની હાજરીમાં સાંજે 4 કલાકે ગઢેચી વડલા ખાતે સરદાર પટેલના સ્મારકને ફુલહાર ચડાવીને ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. સવર્ણ સમાજને અનામતના લાભથી વંચિત રાખવા, મોંઘુ શિક્ષણ, ન્યાય તંત્રની કથળતી સ્થિતિ સહિતના પ્રશ્ને વિરોધ માટે આ ન્યાય યાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

hardik patel

આ માટે લગભગ એક અઠવાડિયાથી તંત્રની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. એક અઠવાડિયા સુધી મંજૂરી ન મળતાં લોકોમાં રોષની લાગણી જાગી હતી. વારંવાર કચેરીના ધક્કા ખાધા બાદ આખરે પાટીદાર સમાજને આ સભા માટે મંજૂરી મળી હોવાનું કહેવાય છે.

English summary
Hardik Patel and other pas leaders tonsure head to protest against government in Botad.
Please Wait while comments are loading...