હર્ષ સંઘવી કરશે સોનગઢ એસટી બસ સ્ટેશન અને 51 નવીન બસોનું લોકાર્પણ
Minister Harsh Sanghvi: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વિભાગીય નિયામક એસટી બસ સ્ટેશન, સોનગઢ દ્વારા સોનગઢ ખાતે રૂપિયા 374.09 લાખના ખર્ચે બાંધવામાં આવેલા નવીન એસટી બસ સ્ટેશન તથા 51 નવીન બસોનો લોકાર્પણ સમારોહ યોજાશે.
જેમાં રાજ્યકક્ષા રમત ગમત, યુવક સેવા, સાંકૃતિક વિભાગ અને વાહનવ્યવહારના મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને શનિવારના રોજ સવારે સાડા નવ કલાકે એસટી બસ સ્ટેન્ડ સોનગઢ ખાતે યોજાશે.
આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીત, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સહિત જિલ્લાના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલા સહાય દ્વારા સુરત એસટી વિભાગના સોનગઢ મૂકામે જૂના અને જર્જરીત બસ સ્ટેશનને ડિમોલીશન કરીને બાંધવામાં નવ નિર્મિત બસ સ્ટેન્ડનું બાધકામ કરવામાં આવ્યું હતું.
જેમાં સોનગઢ તાલુકાના મુખ્ય મથકે કુલ 24989 ચોરસમીટર વિસ્તારમાં અંદાજિત રૂપિયા 374.09 લાખના ખર્ચે નવિન બસ સ્ટેન્ડનું બાંધકામ કરવામાં આવ્યું છે. આરસીસી ફ્રેમ સ્ટ્રકચરવાળા નવીન બસ સ્ટેશનમાં મુસાફરોને ધ્યાનમાં રાખીને લઇ વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે.
આ બસ સ્ટેન્ડમાં 897.98 ચોરસમીટર બસ સ્ટેન્ડનું બાંધકામ વિસ્તાર છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 5 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટિંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર, સ્ટેન્ડ ઈન્ચાર્જ ઓફિસ, એટીએસ ઓફિસ, એટીઆઈ ઓફિસ, પાસ રૂમ, કિચનની સુવિધા સહિત કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, ઈલેકટ્રીક રૂમ, વિવિધ સ્ટોલ, એટેચ્ડ ટોઈલેટ સહિત ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમ, બેબી ફીડિંગ રૂમ, મુસાફર જનતા માટે યુરીનલ, શૌચાલયની સુવિધા, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે, પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા અને પ્રથમ માળ ઉપર રેસ્ટ હાઉસ, ઈલેકટ્રીક રૂમ, બુકિંગ રૂમ, કેશ રૂમ, ચાર્જીંગ રૂમ, ડોરમેટરી, ટોઈલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ છે.
જે તાપી જિલ્લાની જાહેર જનતાની સુવિધામાં વધારો કરશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તાપી જિલ્લા વહિવટી તંત્ર તથા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વિભાગીય નિયામક એસટી બસ સ્ટેશન, સોનગઢ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
