For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાઇની અરજી પર ગુજરાત સરકારને હાઇકોર્ટની નોટિસ

|
Google Oneindia Gujarati News

gujarat high court
અમદાવાદ, 26 નવેમ્બર: ગુજરાતની હાઇ કોર્ટે નારાયણ સાઇની એક અરજી પર આજે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. નારાયણ સાઇએ પોતાની સામે નોંધાયેલી શારીરિક શોષણના એક કેસમાં સુરતની એક કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા એરેસ્ટ વોરન્ટને રદ કરવાની માંગ કરત અરજી દાખલ કરી છે.

જજ હર્ષ દેવાનીએ આ કેસની સુનાવણી માટે 27 નવેમ્બરની તારીખ આપી છે. બે બહેનોના પિતાએ અને પુત્ર પર શારીરિક શોષણનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ ફરિયાદના આધારે સુરત પોલીસે છ ઓક્ટોબરના રોજ નારાયણ સાઇ અને આસારામની વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

સુરત પોલીસે દંડ પ્રક્રિયા સંહિતા અંતર્ગત 28 ઓક્ટોબરના રોજ સાઇની વિરુધ્ધ વોરંટ જારી કર્યું હતું. ફરાર નારાયણ સાઇના વકીલે આજે દલિલ કરી હતી કે અરજીકર્તાઓને સીઆરપીસીની ધારા 70 હેઠળ તપાસ એજન્સીની સમક્ષ ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું હતું, જ્યારે તેમણે એફઆઇઆર નોંધાયાના પાંચ દિવસની અંગર આગોતરા જામીન માટે અરજી કરી હતી. વકીલે દલીલ કરી કે વોરંટનો નિર્ણય તેમને આગોતરા જામીન માગવાના અધિકારથી વંચિત રાખવા બરાબર કહેવાશે.

જોકે એડિશનલ પપ્લિક પ્રોસિક્યુટરે આર.એસ. કોડેકરે દલિલ કરતા જણાવ્યું કે કોર્ટે નારાયણ સાઇને ભાગેડું જાહેર કરી દીધો છે અને તેનું વલણ ચિંતાનો વિષય છે. બે બહેનોમાંથી નાની બહેને આરોપ લગાવ્યો હતો કે 2002થી 2005ની વચ્ચે તેનું વારંવાર શોષણ થયું હતું. તે સમયે તે આસારામના આશ્રમમાં રહેતી હતી. મોટી બહેને આસારમ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.

English summary
Gujarat high court on Monday issued a notice to the state government over a petition filed by Asaram's son Narayan Sai for quashing of an arrest warrant issued by a Surat court last month in connection with a sexual assault case against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X