રાજ્યના આરોગ્યકર્મીઓ દ્વારા ધરણાં પ્રદર્શન અને પ્રતિક દેખાવો કરાયા!
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મીઓની વિવિધ માંગણીઓને લઇને ધરણાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મીઓની વિવિધ માંગણીઓને લઇને ધરણાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આયોજિત ધારણામાં સમગ્ર રાજ્યમાંથી આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી પડતર માંગણીયો ઉપરાંત ગ્રેડ-પેમાં પણ સુધારો નહીં થતો હોવાની રજૂઆત સાથે ગુરુવારે ગાંધીનગરમાં ધરણા યોજાયા હતા.
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ દેખાવો કરીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. અત્યાર સુધીમાં ચાર વખત ઉગ્ર રજૂઆતો કરી હોવા છતાં પણ સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓને કોઇ હૈયાધારણ આપવામાં ન આવી હોવાનો આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે જણાવ્યું હતું. ગાંધીનગર રાજ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને પડતી હાલાકી તંત્રના કાન સુધી પહોંચાડવાનો આ ધરણા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. તો, બીજી તરફ આરોગ્ય કર્મચારી મહાસંઘની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાનાર છે ત્યારે, તેનો હકારાત્મક નિવેડો આવે તેવો પ્રયાસ કરવા પણ મહાસંઘના પદાધિકારીઓએ જણાવ્યુ હતું.












Click it and Unblock the Notifications
