Gujarat Weather: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેના એંધાણ વર્તાઈ રહ્યા છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં તેમજ દમણ અને દાદર નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા અપાઈ સૂચના.

હવામાન વિભાગ દ્વારા આગામી 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે, રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ પર છે, 27 જળાશયો એલર્ટ પર તથા 09 જળાશયો વોર્નિંગ લેવલ પર છે.
રાજ્યમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે, કેટલાક જિલ્લામા ભારે વરસાદ વરસવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા રહેલી છે, તો આ આગાહી 7 સપ્ટેમ્બર સુધીની છે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, આજે ત્રીજી સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
ચોથી તારીખના રોજ નર્મદા અને તાપીમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે.
પાંચમી તારીખના રોજ સુરત, તાપી, ડાંગ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે 18 જિલ્લામાં યલો એલર્ટની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
છઠ્ઠી તારીખે આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સાતમી તારીખે પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં જ ભારે વરસાદની કે કોઈપણ ચેતવણી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
