ગુજરાતમાં ભારે વર્ષા : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    અમદાવાદ, 29 જુલાઇ : ગુજરાતમાં મોડા મોડા પધારેલા મેઘરાજા જાણે રેસમાં બધાથી આગળ નીકળી જવા માંગતા હોય તેમ જોરદાર વરસી રહ્યા છે. ગઇ કાલથી દક્ષિણ ગુજરાતને સપાટામાં લીધા બાદ આજે વડોદરા અને અમદાવાદને પણ ઝપાટામાં લઇ લીધું છે. વરસાદ બંધ નહીં રહે તો આજે સાંજે યોજાનારી સાબરમતી મૈયાની આરતીના આયોજન અંગે પણ દુવિધા ઉભી થઇ છે. આરતી સમયે નદીમાં 150 દીવાઓ પ્રગટાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે.

    આજે મેઘરાજાએ બપોર બાદ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને પાણીમાં ગળાડૂબ કરી દીધા છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો ખોખરા હાઉસિંગ બોર્ડમાં પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, મણિનગર, ઇસનપુર સહિત સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઇ જતા પૂર્વ અમદાવાદ બેટમાં ફેરવાઇ ગયું છે.

    rain-water-logging-ahmedabad

    પૂર્વ અમદાવાદની ધડકન ગણાતા ભૈરવનાથ ચાર રસ્તા, મણિનગર અને ખોખરામાં ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે. ખોખરા વિસ્તારમાં ખોડિયાર મંદિર સંકુલની વાવ પાણીથી ભરાઇ જતા લોકો તેને જોવા માટે ટોળે વળ્યા હોવાના અહેવાલ છે.

    ખાસ કરીને શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને કારણે વાલીઓ ચિંતામાં મુકાયા છે. કેટલીક શાળાઓએ સ્થિતિને સમજીને વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સલામત રીતે રવાના કરવાનું શરૂ કરી દીધું છે.

    અમદાવાદની લાઇફલાઇન બનવાના પ્રયત્નો કરી રહેલી બીઆરટીએસ બસ સેવાના રૂટમાં પણ અનેક જગ્યાઓએ પાણી ભરાઇ ગયા છે. જેના કારણે બીઆરટીએસ બસ સેવા ખોરવાઇ છે અને એક્સપ્રેસ જેવી સેવા આપવાને બદલે લોકલ સેવા આપી રહી છે. અનેક વિસ્તારોમાં અન્ડરબ્રિજમાં પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

    અમદાવાદ ઉપરાંત મેઘરાજાએ પાટનગર ગાંધીનગરને પણ પાણીથી તરબતર કરવાનું શરૂ કર્યું છે.

    English summary
    Heavy rain in Gujarat : Ahmedabad badly hit with water logging everywhere.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more