જૂનાગઢના મેંદરડામાં ફાટ્યું આભ, 4 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો, શાળાઓમાં રજા જાહેર
Heavy Rain in Mendarda: જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં મૂશળધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જૂનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જૂનાગઢમાં 1.97 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જૂનાગઢ બગડું ગામેથી પસાર થતી બંધુકિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મેંદરડાના ચિરોડા, ચોરેશ્વરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદના કારણે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરાયો
ભારે વરસાદને પગલે ઓઝત નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભાટીયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પર પાણી ફરી વળતા જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરાયો હતો. જેના કારણે ભાટીયા, નવાગામ, બોડકા સહિતના ગામોને અસર થઈ હતી.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, 16 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આ ઉપરાંત, ભરૂચ, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રાજ્યના અન્ય 17 જિલ્લાઓ જેમ કે અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
