હવામાન ખાતાએ ફરી આપી આગાહી, ઉ.ગુજરાત જળબંબાકાર

Posted By:
Subscribe to Oneindia News

હવામાન ખાતાએ ફરી આગાહી કરીને જણાવ્યું છે કે આવનારા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં આવશે. પણ હવામાન ખાતાની આ આગાહી પહેલા જ સિદ્ધપુર અને સમગ્ર ઉત્તર ગુજરાત ફરી એક જળબંબાકાર થઇ ચૂક્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. પણ તે પહેલા જ ગત શનિવાર રાતથી સાંબેલાઘાર વરસાદ વરસતા સિદ્ધપુર જળબંબાકાર બન્યું છે.

rain

ઉલ્લેખનીય છે કે સિદ્ધપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને સ્થળાંતર કરવાનો વખત આવ્યો છે. ભારે વરસાદના પગલે થરાદ ડીસા હાઇવે પણ 2 કલાક માટે બંધ રહ્યો હતો. સાથે જ થરાદ પાસે નાળૂ તૂટતા લોકોએ માનવ સાંકળ રચીને બચાવ કર્યો હતો. ભાભર અને થરાદમાં પણ ઘરોમાં પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. નોંધનીય છે કે સિદ્ધપુર સિવાય રાધનપુરમાં પણ 18 કલાકમાં 9 ઇંચ વરસાદ સાથેજ સુઇગામમાં અને ભાભરના 5થી 6 ઇંચ વરસાદ પડ્યો હતો. તો લો પ્રેશનના કારણે તંત્ર દ્વારા હાઇએલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

English summary
Heavy rain in North Gujarat, government declared High alert. Read here more.
Please Wait while comments are loading...