For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના!

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ પૂર્વ રાજસ્થાન પાસે લો પ્રેસર બનેલું છે. જે દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ પૂર્વ રાજસ્થાન પાસે લો પ્રેસર બનેલું છે. જે દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશના નજીકના વિસ્તારોમાં આજથી આગામી 2-3 દિવસ સુધી એક ભારે વરસાદની સંભાવના છે, અને અહીં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, હવે ચોમાસું તેના આખરી સમયમાં છે અને હવામાન વિભાગે આ મહિનાનાં અંત સુધીમાં ચોમાસું પાછા ફરવાની આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદી માહોલ

ગુજરાતમાં વરસાદી માહોલ

હાલ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ છે, વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓના ઘરોમાં પાણી ભરાયા હતા, ઉલ્લેખનિય ચે કે, ગુજરાત પહેલાથી જ પૂરની સમસ્યાથી પીડિત છે. ગુજરાતના ઘણા જિલ્લાઓ પાણીમાં ગરકાવ છે, આ સ્થિતિમાં ભારે વરસાદના કારણે ફરી એક વખત જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

દિલ્હીમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ

દિલ્હીમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ

રાજધાની દિલ્હીમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. વરસાદથી તાપમાન નીચે આવશે અને લોકોને ગરમી અને ભેજમાંથી રાહત મળશે. વરસાદ દરમિયાન હળવો પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે, જેના કારણે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો દેશના કેટલાક રાજ્યોમાં તોફાન સાથે વરસાદની પણ સંભાવના છે

દક્ષિણમાં ગરમીમાં વધારો

દક્ષિણમાં ગરમીમાં વધારો

એક તરફ ઉત્તર ભારતમાં વરસાદના કારણે આફત સર્જાઈ છે તો બીજી તરફ દક્ષિણમાં ચાર-પાંચ દિવસ સુધી વરસાદ ન થતા લોકો ગરમીથી પરેશાન છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ નથી, જેના કારણે લોકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે.

કર્ણાટકના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના

કર્ણાટકના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે બેંગલુરુ સહિત કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આંધ્રપ્રદેશ-તેલંગાણામાં પણ હળવો વરસાદ વરસી શકે છે. તમિલનાડુ અને કેરળમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. અત્યારે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

English summary
Heavy rains expected in these states including Gujarat for next three days!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X