For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વામા વિભાગે પણ ચક્રવાત વિશે એક ખાસ વાત કહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરી ઓમાન અને મસ્કતમાં સ્થિત ડીપ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, પરંતુ તેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી છે. IMD નું લેટેસ્ટ ટ્વિટ કહે છે કે, આગામી બે કલાક દરમિયાન આદમપુર, હિસાર, હાંસી, તોશામ (હરિયાણા), સહારનપુર, મિલક (UP) ભદ્રા (રાજસ્થાન)ની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામા વિભાગે પણ ચક્રવાત વિશે એક ખાસ વાત કહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરી ઓમાન અને મસ્કતમાં સ્થિત ડીપ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, પરંતુ તેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

weather

ઝારખંડમાં 'યલો એલર્ટ'

ઝારખંડમાં 'યલો એલર્ટ'

ઝારખંડમાં 'યલો એલર્ટ' ચાલુ છે, બીજી તરફ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી છે, તો નોઈડા,ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામના નજીકના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ બિહાર અને તેની નજીકના ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર લો પ્રેશરનો વિસ્તાર રહેછે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના ભાગોમાં હળવાથીમધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે

આ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે

પશ્ચિમ બંગાળ, ઝારખંડ, દક્ષિણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણાના કેટલાક ભાગો, કોસ્ટલ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદ થઈશકે છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, દક્ષિણ ગુજરાત, રાયલસીમા અને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં હળવો વરસાદ શક્ય છે, જેના કારણે અહીં એલર્ટ જારીકરવામાં આવ્યું છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા

દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા

સ્કાયમેટના જણાવ્યા મુજબ કેરળના દરિયાકાંઠે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર અન્ય ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાકમાં દક્ષિણપૂર્વઅરબી સમુદ્ર પર લો પ્રેશર વિસ્તાર વિકસી શકે છે, જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ શક્ય છે, જેના કારણે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વરસાદનીસંભાવના છે. જેના કારણે અહીં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

English summary
Heavy rains have lashed many states, while heavy rain warnings have been issued in many places. IMD's latest tweet says that heavy rains are likely in Adampur, Hisar, Hansi, Tosham (Haryana), Saharanpur, Milk (UP) and Bhadra (Rajasthan) in the next two hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X